શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf : Shri Vajpayee Bankable Yojana form pdf 2022 : ગુજરાત સરકારના કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર વગેરે જેવી યોજનાઓ અમલમાં છે. જેમાં લોકો માનવ કલ્યાણ યોજનાઓનો લાભ લઇ શકે તે માટે e-Kutir Portal લોન્ચ કરેલ છે. એવી જ રીતે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો લાભ આપવા માટે Bankable Loan Registration નામનું Online Portal અમલમા છે. શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે બહાર પાડેલ “Shri Vajpayee Bankable Yojana” વિશે આ પોસ્ટમાં વિગતવાર માહિતી મેળવીશું.
કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી, ગાંધીનગર દ્વારા શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના યોજના ચલાવવામાં આવે છે. Vajpayee Bankable Yojana એ Loan Scheme છે. આ યોજના હેઠળ યુવાનો ને સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે. આ લોન પર Loan Subsidy પણ આપવામાં આવે છે. વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
આ પણ વાંચો: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 Digital Gujarat Scholarship 2022
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના નો હેતુ
વાજપાઇ બેન્કેબલ યોજના એ કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના છે. Shri Vajpayee Bankable Yojana નો હેતુ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ની પાત્રતા ધોરણો
વાજપાઇ બેન્કેબલ લોન યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના પાત્રતા ના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.
- અરજદારની ઉમર ૧૮ થી ૬૫ વર્ષ ની વચ્ચે હોવી જોઇએ.
- અરજદાર ઓછામા ઓછુ ૪ પાસ હોવા જોઈએ. અથવા
- વ્યવસાય ને અનુરુપ તાલીમ અને અનુભવ હોવા જોઈએ
- વારસાગત કારીગર હોવા જોઈએ.
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf ડીટેઇલ માહિતી
યોજનાનું નામ | શ્રી વાજપાઇ બેન્કેબલ લોન યોજના 2022 |
અમલીકરણ | કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી |
યોજનાનો હેતુ | ગુજરાતના નાગરિકો નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો તેમને સબસીડી સાથે ધિરાણ આપીને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના અમલી બનાવેલ છે. |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ જ્ઞાતિના લાભાર્થીઓ |
યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ | આ યોજના હેઠળ લાભાર્થી ને 8 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન પર મળવાપાત્ર સબસીડી | આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/- સુધી સબસીડી મળવાપાત્ર થશે. |
Official Website | Click Here |
આ પણ વાંચો: વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download ગુજરાત 2022
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના લોનની રકમ
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત લાભાર્થી માટે ધીરાણની મર્યાદા નીચે મુજબ નક્કી કરવામા આવી છે.
(૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ રૂ..૮ લાખ.
(ર) સેવા ક્ષેત્ર માટે મહત્તમ રૂ. ૮ લાખ.
(૩) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ રૂ. .૮ લાખ.
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના લોન સબસીડી
ધિરાણની રકમ ઉપર સહાયના દર: આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.
વિસ્તાર | જનરલ કેટેગરી | અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ |
ગ્રામ્ય | ૨૫% | ૪૦% |
શહેરી | ૨૦% | ૩૦% |
(૫) સહાયની મહત્તમ મર્યાદા:
ક્રમ | ક્ષેત્ર | સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં) | ||
૧ | ઉદ્યોગ | ₹.૧,૨૫,૦૦૦ | ||
૨ | સેવા | ₹.૧,૦૦,૦૦૦ | ||
૩ | વેપાર | જનરલ કેટેગરી | શહેરી | ₹.૬૦,૦૦૦ |
ગ્રામ્ય | ₹.૭૫,૦૦૦ | |||
રીઝર્વ કેટેગરી | શહેરી/ ગ્રામ્ય | ₹.૮૦,૦૦૦ | ||
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.૧,૨૫,૦૦૦/- રહેશે. |
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ની વધુ માહિતી માટે તમારા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નો સંપર્ક કરવો.

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf ડાઉનલોડ
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf ડાઉનલોડ | અહિં ક્લીક કરો |
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માહિતી pdf | અહિં ક્લીક કરો |
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ઠરાવ તા. ૧૪-૮-૨૦૧૫ | અહિં ક્લીક કરો |
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ઠરાવ તા.૧૧-૧૧-૨૦૧૬ | અહિં ક્લીક કરો |
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના સબસીડી ફોર્મ pdf ડાઉનલોડ | અહિં ક્લીક કરો |
રોજગાર અપડેટ હોમ પેજ પર જાઓ | અહિં ક્લીક કરો |
Read Also: Rangoli Design Pdf free download 2022 Diwali Rangoli Design pdf
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ડોકયુમેન્ટ લીસ્ટ
- શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ચૂંટણીકાર્ડ
- લાભાર્થીનું આધારકાર્ડ
- જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
- જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
- 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.
- નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. ( ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ)
- વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઈલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક
3 thoughts on “શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf Shri Vajpayee Bankable Yojana form pdf 2022 Full Detail”