PM કિસાન યોજના 12 મો હપ્તો : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kissan Yojana) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જે લોકોએ યોજના માટે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને યોજનાના 12મા હપ્તાના પૈસા નહીં મળે.
PM કિસાન યોજના 12 મો હપ્તો
PM Kisan Yojana: મોદી સરકાર દેશના કરોડો ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓનો હેતુ ખેડૂતોને આર્થિક મદદ કરવાનો છે. ખેડૂતો માટેની આવી જ એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે.
આ નાણાકીય વર્ષમાં, કેન્દ્ર સરકારે 31 મે 2022ના રોજ ખેડૂતોના ખાતામાં યોજનાનો 11મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થીઓ છે જેઓ આ યોજનાના 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ સ્કીમના 12મા હપ્તો કયારે જમા થશે તે અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
PM Kisan Scheme નો 12મો હપ્તો
નોંધપાત્ર રીતે, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે માહિતી આપી છે કે મોદી સરકાર આ યોજનાના 12મા હપ્તાના નાણાં 17 અથવા 18 ઓક્ટોબર, 2022ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે.
PM કિસાન યોજના માટે KYC
PM Kisan Yojana માટે KYC ફરજિયાત
તમને જણાવી દઈએ કે જે લોકોએ યોજના માટે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને યોજનાના 12મા હપ્તાના પૈસા નહીં મળે. ખરેખર, સરકારે યોજનાનો લાભ લેવા માટે KYCની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે.
PM કિસાન યોજના 12 મો હપ્તાની તારીખ
PM Kisan Schemeના 12માં હપ્તાની સંભવિત તારીખ
જો સરકાર 17 કે 18 ઓક્ટોબર સુધીમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે તો દિવાળી પહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવશે. આ યોજના હેઠળ, સરકાર કુલ ત્રણ હપ્તામાં રૂ. 6,000 ટ્રાન્સફર કરે છે.
PM કિસાન યોજના હપ્તા જમા થવાની તારીખ
આ રીતે દર વર્ષે જમા કરવામા આવે છે PM કિસાન યોજના ના રૂ.૨૦૦૦ નો હપ્તો
કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટી ખુશખબર છે. 17 ઓક્ટોબરે સરકાર તેમના ખાતામાં પૈસા જમા કરશે.
- કિસાન સન્માન નિધિનો 12મા હપ્તાની તારીખ જાહેર
- 17 ઓક્ટોબરે સરકારે પૈસા જમા કરશે
- 10 કરોડ ખેડૂતોના ખાતામાં 16,000 કરોડ જમા થશે
- એપ્રિલ- જુલાઈનો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે આપવામાં આવે છે.
- ઓગસ્ટ- નવેમ્બરનો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી આપવામાં આવે છે.
- ડિસેમ્બર- માર્ચનો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ દરમિયાન લાભાર્થીને મોકલવામાં આવે છે.
- કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંર્ગત 11 હપ્તા રીલિઝ કર્યા છે અને છેલ્લો હપ્તો 31 મે 2022ના વિતરિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગામનો નકશો ઓનલાઇન જુઓ ગુજરાતના તમામ ગામ શહેર તાલુકા ના નકશા ઓનલાઇન
PM કિસાન યોજનાનો હપ્તો જમા થયો કે નહિ તે કેમ ચેક કરવું ?
આ રીતે પીએમ કિસાન યોજના હેઠળ તમારા હપ્તાનું સ્ટેટસ ચેક કરી શકો છો.
- સૌથી પહેલા pmkisan.gov.in વેબસાઈટ ખોલવાની રહેશે.
- આ વેબસાઈટમાં ‘Farmers Corner’ ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં તમે Beneficiary Status ઓપ્શન પર ક્લિક કરો.
- જે બાદ ખેડૂત પોતાના ક્ષેત્ર સાથે જોડાયેલી જાણાકારી જેમ કે રાજ્ય, જિલ્લો, તાલુકો, ગ્રામ પંચાયત વગેરે સીલેકટ કરવાનું રહેશે.
- જે બાદ Get Reportના ઓપ્શન પર ક્લિક કરે
- જે બાદ ખેડૂત સામે આવેલા લિસ્ટમાં પોતાના હપ્તા અંગેના સ્ટેટસને ચેક કરી શકે છે.
PM કિસાન યોજના 12 મો હપ્તો ચેક કરવાની લીંક
PM કિસાન યોજના ઓફીસીયલ સાઇટ | અહિં ક્લીક કરો |
PM કિસાન યોજના લાભાર્થી લીસ્ટ | અહિં ક્લીક કરો |
PM કિસાન યોજના e-KYC કરવા માટે | અહિં ક્લીક કરો |
હોમ પેજ પર જાઓ | અહિં ક્લીક કરો |

PM કિસાન યોજના હેલ્પલાઇન નંબર
જો ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય તો તેઓ ટોલ-ફ્રી નંબર 155261 કોલ કરી શકે છે અથવા 1800115526, 011-23381092, 011-23382401 ડાયલ કરી શકે છે. આ ઉપરાંત ખેડૂતોની વધુ સવલત માટે આપવામાં આવેલ નવી હેલ્પ લાઈન નંબર 011-24300606 પર પણ સંપર્ક કરી શકે છે. તેમજ ઈ-મેઇલ દ્વારા pmkisan-ict@gov.in પરથી પણ પોતાની રજૂઆત કરી શકે છે.