ઘરગથ્થુ ઉપચાર pdf ડાઉનલોડ| દેશી ઉપચાર | ઘરેલુ નુસખા | દાદીમાનું વૈદુ

ઘરગથ્થુ ઉપચાર pdf ડાઉનલોડ: આપણી આડોસ-પાડોસ કે ફળિયામાં અથવા તો આપણા રસોડામાં જ કેટલીયે વસ્તુઓ એવી હોય છે. કે જેનાથી આપણે રોગનું નિવારણ કરી શકીએ છીએ, પરંતુ જે-તે વસ્તુના ગુણો વિશેનાં પર્યાપ્ત જ્ઞાાનની જાણકારીનાં અભાવે આપણે આ લાભથી વંચિત રહી જઈએ છીએ. આ રીતના ઉપાયોની કોઇ જૈગ કકીબા થતી નથી, તથા રોગ ધીરે ધીરે ઠીક થતો જાય છે, અને તેના સતત અને સાચા ઉપયોગથી રોગને જડમૂળથી પણ કાઢી શકાય છે. ઘરગથ્થુ ઉપચારની સાથે સાથે નિષ્ણાતની સલાહ મુજબ ખાવા પીવાનો પથ્યક્રમ તથા પ્રાકૃતિક નિયમોનું પાલન અવશ્ય રોગને કાબુમાં લઇ આવે છે.આજે આપણે કેટલાક રોગો અને તેના ઘરગથ્થુ ઉપચારો વિશે કેટલીક જાણકારી મેળવીશું.”

ઘરગથ્થુ ઉપચાર pdf ડાઉનલોડ

ચામડીનાં રોગો ઘરગથ્થુ ઉપચાર

ચામડીનાં રોગો બહુ જોવા મળે છે. તથા તે લોહીનાં દોષોથી થાય છે. આ માટે ઘરગથ્થુ ઘણા ઉપચારો છે કે જેનાથી ઘણો જ લાભ થઈ શકે છે.

  • સુતરાઉ કે કોટનનાં જ કપડાં પહેરવાં.
  • નારિયેળનું તેલ કપૂર મેળવીને લગાવવું.
  • કુંવારપાંઠુ અને હળદર લગાવવી.
  • શ્રીગંધ ને લીંબુના રસમાં મેળવીને લગાવવું.
  • નહાવા માટે ચણા કે મગનાં લોટમાં હળદર અને કપૂરનો પાવડર નાખીને ઉપયોગ કરવો.
  • દરરોજ ૨ ચમચી ગોમૂત્ર અર્ક સમભાગ પાણી નાંખીને પીવો.

Read Also: Caller Name Announcer app : ફોન આવે તો નામ બોલતી એપ 

દાંતના રોગો ઘરગથ્થુ ઉપચાર

૧) દાંત ઢીલા પડી રહ્યા હોય તો દાડમની છાલનાં ઉકાળાથી કોગળા કરવા.

૨) દાંતના દુઃખાવા માટે સૂંઠ પાઉડરને દાંતમાં દબાવી થોડીવાર રાખી મૂકવો. અથવા લસણ અને સિંઘવ નમક કૂટીને દાંતની વચ્ચે દબાવીને રાખવું.

૩) દાંત સુંદર અને સ્વચ્છ રાખવા માટે તુલસી ચાવીને દાંત પર ઘસવા અથવા લીંબુરસ અને સિંઘવ નમકથી દાંત સાફ કરવા.

૪) લીમડા કે બાવળનાં દાંતણથી દાતણ કરવાનો આગ્રહ રાખવો. આંબો, પીપળો કે જાંબુનું દાંતણ પણ ચાલી શકે છે.

પેટનાં રોગો ઘરગથ્થુ ઉપચાર

૧) નિયમિત આહાર અને સપ્તાહમાં ૧૫ દિવસમાં એકવાર ઉપવાસ કરવાથી અથવા પાચનશક્તિ સારી રહે છે.

૨) બે ભોજનની વચ્ચે કશું જ ન ખાવું જોઈએ.

૩) જ્યારે પેટમાં દુઃખાવો હોય તો ૧ ગ્લાસ ગરમ પાણીમાં ૧ ચમચી ત્રિફળાચૂર્ણ નાખીને પીવું જોઈએ.

૪) કબજિયાત રહેવા પર એક ગ્લાસ પાણીમાં ૧/૨ ચમચી અજમો નાખીને રાત્રે પીવું.

૫) જો વારં-વાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો, નારિયેળનું પાણી+ ૨ ચમચી મધ+ ૩ ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ.

૬) ભોજન પછી તુરંત જ શૌચ થાય તો ૧ ચમચી આંબળાનું ચૂર્ણમાં ૧ ચમચી દેશીગાયનું ઘી ભોજન પહેલાં ખાવું.

૭) પેટમાં ખૂબ દુઃખાવો રહેવા પર ૧ ગ્લાસ પાણીમાં ૩ ચમચી કેળનો રસ અને ૧ ચમચી સિંઘવ નમક નાખીને પીવું જોઈએ.

Read Also: TET EXAM Date 2022 Gujarat / TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી સીલેબસ મોડેલ પેપરો TET પરીક્ષા જુના પેપરો full List

ઘુંટણ અને કમરનો દુઃખાવો ઘરગથ્થુ ઉપચાર

આ બિમારી મોટા ભાગે વડીલોમાં તેમજ ૪૦ વર્ષની વય પછીથી વધારે જોવા મળે છે. ઘણી-ઘણીવાર માનસિક તનાવથી પણ આ બિમારી થાય છે.

૧) જેમાં, પારિજાતનાં પાંચ પાંદડાનાં ઉકાળો બનાવીને દરરોજ એકવાર પીવો.

૨) આહારમાં ઘઉં, દેશી ગાયનું દૂધ અને ઘી, મેથી, લસણ, તલ, ગોળ, જવાર, મધ, કાળા મરી, સીતાફળ (ડાયાબિટીસ ન હોય તો ) આ પદાર્થોનો નિયમિત ઉપયોગ કરવો લાભકારક છે.

૩) પીઠ અને કમરમાં દુઃખાવો હોય તો, સર્વાગાસન, નટરાજાસન અને મર્કટાસન કરવું બહુ લાભકારક છે.

૪) ગાદલા પર સૂવું ત્યજવું જે કમરનાં દુઃખાવાનાં દર્દીઓ માટે ખૂબ જરૂરી છે.

૫) સરસવનાં તેલની માલિશ અને ત્યારબાદ ગરમપાણીથી શેક કરવો. અથવા સરસિયાનાં તેલમાં અજમો, મીઠું કપૂર અને લસણ નાખી તેલ ગરમ કરી ગાળી લઈ તેની શીશી ભરી રાખવી.

દિવસમાં ૨ વાર આ તેલને ગરમ કરી તેની માલિશ કરવી.

૬) ઘુંટણનાં દુઃખાવા માટે વજ્રાસન નિયમિતરૂપથી કરવું જોઈએ.

Read Also: PVC આધાર કાર્ડ ઓર્ડર કરો ઓનલાઇન,આ રીતે કરો અરજી

સ્ત્રીઓની માસિકધર્મની બિમારી ઘરગથ્થુ ઉપચાર

સ્ત્રીઓમાં માસિક વધારો આવવું કે ઘણીવાર જરૂરિયાત કરતાં પણ ઓછું આવવું, માનસિક તનાવ, વગેરે વિપરિત જીવનશૈલીથી થતાં રોગો છે. આહારમાં તળેલાં તેમજ બેકરીનાં ખોરાકનોં ઉપયોગ બંધ કરી દેવો. આ સમસ્યાના આયુર્વેદિક-ઘરગથ્થુ ઉપાયો માટે.

૧) દિવસમાં બે વાર તુલસીનોં ઉકાળો પીવો.

૨) ૧ ગ્લાસ પાણી + ૫ લીમડાનાં પાંદડાનું ચૂર્ણ + ૧/૨ ચમચી હળદર + ૧ ચમચી મધ મેળવીને સવારે ખાલી પેટ પીવું.

૩) દિવસમાં ૧ વાર ફુદીનાનોં ઉકાળો લેવો.

૪) તાંબાનાં લોટામા રાખેલાં પાણીનો વધુ ઉપયોગ કરવો.

૫) ભોજન પછી તુરંત સ્નાન કરવું નહીં.

૬) શતાવરી ચૂર્ણ ૧/૨ ચમચી બે વાર લેવું તથા અશોકવૃક્ષની છાલ ૧૦ ગ્રામ લઈ તેનો ઉકાળો દિવસમાં ૨ વાર લેવો. આ પ્રયોગ ૧ થી ૩ મહિના સુધી કરી શકાય છે.

આવાં જુદાં-જુદાં રોગો પર જુદા-જુદા ઘરગથ્થુ ઉપચારો નિઃસંશય સારું પરિણામ આપે છે, પરંતુ માત્ર જરૂર હોય છે, પથ્ય આહાર-વિહાર અને થોડી ધીરજની.

ઘરગથ્થુ ઉપચાર pdf ડાઉનલોડઅહિં ક્લીક કરો
Rojgar update હોમ પેજઅહિં ક્લીક કરો
ઘરગથ્થુ ઉપચાર pdf ડાઉનલોડ
ઘરગથ્થુ ઉપચાર pdf ડાઉનલોડ

Leave a Comment