ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 Digital Gujarat Scholarship 2022 Full Detail@digitalgujarat.gov.in

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022: નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમ માટે વર્ષ 2022-23ની શિષ્યવૃત્તિ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પર ફોર્મ ભરવાનુ ચાલુ થઇ ગયેલ છે. Digital Gujarat Portal પર તારીખ 15 સપ્ટેમ્બર 2022 થી 15 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 ડીટેઇલ

પોસ્ટ ટાઈટલડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022
પોસ્ટ નામગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022
પોર્ટલDigital Gujarat Portal
લાભ કોને મળશે?OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
રાજ્યગુજરાત
ફોર્મ શરૂ તારીખ15/09/2022
ફોર્મ છેલ્લી તારીખ15/10/2022
સત્તાવાર વેબસાઈટhttps://www.digitalgujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ વાંચો : CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 540 જગ્યા

ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ 2022 ફોર્મ ઓનલાઇન

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 : વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવા માટેની પ્રાથમિક સમજ નીચે મુજબ આપવામાં આવે છે. વિદ્યાર્થીએ વધુ માહિતી માટે “ડિજિટલ ગુજરાત પોર્ટલ” પર ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સૂચનાઓ અને યોજનાઓની વિગત વાંચવાની રહેશે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 ફોર્મ ઓનલાઈન ભરવાનું છે તેથી તમામ મિત્રો આપેલ સૂચનાઓ વાંચો પછી ફોર્મ ભરો.

See also  Solar Rooftop scheme gujarat state Subsidy info

ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2022

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 : ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2022-23ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 15 સપ્ટેમ્બર 2022 થી 15 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે

પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના OBC, EBC અને DNT વિદ્યાર્થી

નિયામક, વિકસિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી કક્ષાના અભ્યાસક્રમ માટે કુલ 10 યોજનાઓની જગ્યાએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરવાનો થાય છે.

ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2022

જે અંતર્ગત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 અને રાજ્યની સરકારી/ગ્રાંટ-ઇન-એઇડ/ખાનગી કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતા OBC,EBC અને DNT જાતિના વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,50,000/- થી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓને નિયમોનુસાર નક્કી થયેલ ગ્રુપવાર મળવાપાત્ર પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ જ વર્ષ 2022-23 માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના તેમજ અન્ય નીચે મુજબ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પણ અગાઉના વર્ષોના જેમ જ વર્ષ 2022-23 માં વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા વિચરતી-વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને નિયામોનુસાર શિષ્યવૃત્તિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવે છે.

See also  શરદ પૂનમ નુ પૌરાણીક મહત્વ/ દૂધ પૌઆ ચંદ્રના પ્રકાશ નીચે શા માટે ખાવામા આવે છે ? sharad poonam 2022 full detail

OBC, EBC અને DNT વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ સહાય યોજના

  • PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના
  • બીસીકે – 80 મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય.
  • બીસીકે – 79 મેડીકલ, એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
  • ડી.એન.ટી. – 2 મેડીકલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
  • બીસીકે – 98 એમ.ફીલ, પીએચ.ડી, વિદ્યાર્થીઓ માટેની ફેલોશીપ યોજના.
  • બીસીકે – 81 સી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.
  • બીસીકે-325 સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય.
  • ટ્યુશન સહાય યોજના.

પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય યોજના SC વિદ્યાર્થી

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની નીચે મુજબની યોજનાઓ અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. મૂળ ગુજરાત રાજ્યના ધોરણ 11-12, ડીપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા.શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સીટીઓ/કોલેજો/ITI/સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કે જેણે રાજ્ય સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનામાં લાભ ન લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પાસેથી ગત વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23માં શિષ્યવૃતિ/સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

SC (અનુસૂચિત જાતિ) વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ સહાય યોજના

  • Post Matric Scholarship for SC Student (GOI) (BCK-6.1)
  • Post Matric Scholership for SC Student (GOI) (Freeship Card Student Only) (BCK-6.1)
  • Food Bill Assistant to SC Students (BCK-10)
  • Fellowship Schemes for M.Phil, Ph.D, for SC Students (BCK-11)
  • Instrumental Help to SC Student (Medical, Engineering, Diploma Student Only) (BCK-12)
  • Scholarship / Stipend to SC Student for ITI / Professional Courses (BCK-13)
  • Post Matric Scholarship for SC Girls Students Only (Having Annual Family Income More than 2.50 Lakh) (State Government Schemes) (BCK-5)
  • Private Tuition Coaching Assistance to SC Student (Science Stream) (std : 11-12) (BCK-7)
  • Tablet Assistance to SC Student (BCK-353)
See also  PM કિસાન યોજના 12 મો હપ્તો: ખેડૂતો આનંદો! PM કિસાન યોજનાના 12મા હપ્તાના નાણાં આ દિવસે થશે જમા Check PM Kisan Yojana Full Detail

પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય યોજના ST વિદ્યાર્થી

નિયામક શ્રી, આદિજાતિ વિકાસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની નીચે મુજબની યોજનાઓનો ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. મૂળ ગુજરાત રાજ્યના ધોરણ 11-12, ડીપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, પી.એચ.ડી. સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા. શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સીટીઓ/કોલેજ/ITI/સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને કે જેણે રાજ્ય સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનામાં લાભ ન લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પાસેથી ગત વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23માં શિષ્યવૃત્તિ / સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

આ પણ વાંચો : વાર્ષિક રાશિભવિષ્ય વિક્રમ સંવત ૨૦૭૯\રાશિફળ ૨૦૭૯ Yearly Horoscope vikram savant 2079

ST (અનુસૂચિત જનજાતિ) વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ સહાય યોજના

  • Umbrella Schemes for Education of ST Student Post-Matric Scholarship
  • Umbrella Schemes for Education of ST Student Post-Matric Scholarship (Freeship)
  • Post Matric Scholarship for ST Girl (Having Annual Family Income More than 2.50 Lac)
  • Post Matric Scholarship for ST Girl (Having Annual Family Income More than 2.50 Lac) (Freeship Card/Medical Loan Student Only)
  • Food Bill Assistance to ST Student.
  • Swami Vivekanand Scholarship for ST Students Studying in ITI
  • Financial Assistant to Purchase of Instruments for Medical and Engineering Students.
  • Financial Assistant for 12th passed out ST student for the purchase of Tablet.
  • Coaching Assistant for Competitive Exam and Additional Tution Assistance During Course of Study
  • Fellowship Scheme for ST Student Studying in P.Hd. (will be Started from Date : 01/10/2022)

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 / ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022

OBC, EBC અને DNT વિદ્યાર્થીજાહેરાત વાંચો
SC (અનુસૂચિત જાતી) વિદ્યાર્થીજાહેરાત વાંચો
ST (અનુસૂચિત જનજાતી) વિદ્યાર્થીજાહેરાત વાંચો
ઓનલાઈન અરજી કરોઅરજી કરો
હોમ પેજ પર જાઓઅરજી કરો
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 ડોક્યુમેન્ટ યાદી Document List for Digital Gujarat Scholarship 2022

  • સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ જાતિનો દાખલો.
  • સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ જાતિનો દાખલો.
  • વિદ્યાર્થીએ ધોરણ 10 તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષ વાઈઝ ફાઈનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ.
  • બેંક પાસબુકનું પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, IFSC કોડ, બેન્કની શાખા દર્શાવેલ હોય તે / જો પાસબુક ન હોય તો Cancel ચેક જેમાં ખાતા નંબર, IFSC કોડ, બેન્કની શાખા દર્શાવેલ હોય તે (જે બેન્કનું મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેન્કના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબર વાળી પાસબુક / ચેક).
  • ધોરણ 10 બાદ અભ્યાસક્રમ તૂટ (બ્રેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઈપણ પ્રકરનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઈપણ પ્રકરની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી તે મતલબનું એકરારનામું.
  • જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટીફીકેટ.
  • જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર.
  • વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ (વાર્ષિક) (ફ્રીશીપકાર્ડ ધરાવતા વિદ્યાર્થીને લાગુ પડશે નહિ)
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  • વિદ્યાર્થીનીના પરિણીત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર.
  • આધારકાર્ડ
  • જરૂર પડ્યે જીલ્લા અધિકારીશ્રી દ્વારા માંગવામાં આવતા અન્ય આનુષાંગિક પુરાવા