આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ પ્રોસેસ: આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબ નાગરિકોને મફત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ કાર્ડ દ્વારા દરેક કાર્ડધારકને 5 લાખનું વીમા કવચ મળે છે. આ યોજના દ્વારા કેન્દ્ર સરકારે દેશના લગભગ 10 કરોડ પરિવારોને મફત આરોગ્ય તપાસ કરાવવાની તૈયારી કરી છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબ, વંચિત અને નબળા વર્ગની સારવાર બિલકુલ મફત કરવામાં આવે છે. તેના દ્વારા દેશના ગરીબ પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આ કાર્ડ દ્વારા, કોરોના સંક્રમિત અને ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિની સારવાર પણ બિલકુલ મફત કરવામાં આવે છે. આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે લોકો અવારનવાર માહિતી મેળવવા માંગતા હોય છે. આ લેખમાં અમે આપને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ, આયુષ્માન કાર્ડ ડાઉનલોડ pdf,આયુષ્માન કાર્ડ ડાઉનલોડ,આયુષ્માન કાર્ડ લીસ્ટ,આયુષ્માન કાર્ડ પ્રોસેસ,આયુષ્માન કાર્ડ ડોકયુમેન્ટ વગેરે જેવી ઉપયોગી બાબતોની માહિતી આપીશુ.
આ પણ વાંંચો: શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ફોર્મ pdf Shri Vajpayee Bankable Yojana form pdf 2022 Full Detail
આયુષ્માન કાર્ડ લીસ્ટ
આયુષ્માન કાર્ડ લીસ્ટ માં તમારુ નામ છે કે નહિ તે કેવી રીતે ચેક કરવું તેની માહિતી સ્ટેપવાઇઝ નીચે આપેલી છે.
- સૌ પ્રથમ તમારે આયુષ્માન ભારત ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://mera.pmjay.gov.in/search/login આ લીંક પર ક્લીક કરીને તમે આયુષ્માન ભારત ઓફીસીયલ વેબસાઇટ પર સીધા જઇ શકસો.
- આ વેબસાઇટ પર તમારે આયુષ્માન ભારત કાર્ડ માટે તમારો મોબાઇલ નંબર રજીસ્ટર કરવો પડશે.
- મોબાઇલ નંબર સબમીટ કરતા તમારા નંબર પર આયુષ્માન ભારત નો OTP આવશે જે તમારે સબમીટ આપવાનો રહેશે.
- ત્યારબાદ તમારી વિવિધ ઓપ્શનમાંથી સીલેકટ કરવાનું રહેશે.
- તમે અલગ અલગ રીતે તમારુ નામ આયુષ્માન કાર્ડ લીસ્ટમાંંછે કે નહિ તે ચેક કરી શકો છો.
- આયુષ્માન કાર્ડ લીસ્ટ મોબાઇલ નંબર દ્વારા
- આયુષ્માન કાર્ડ લીસ્ટ રાશન કાર્ડ નંબર દ્વારા
- આયુષ્માન કાર્ડ લીસ્ટ નામ નંબર દ્વારા
- તમારી વિગતો ભરી સબમીટ આપતા તમારુ નામ આયુષ્માન કાર્ડ લીસ્ટમાંંછે કે નહિ તે બતાવશે,
આ પણ વાંચો: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 Digital Gujarat Scholarship 2022 Full Detail@digitalgujarat.gov.in
આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ પ્રોસેસ
આ રીતે કરો ઘર બેઠા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ: ફોનમાં જ આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ આપેલ છે. જે સ્ટેપવાઇઝ ફોલો કરી તમે આયુષ્માન કાર્ડ pdf ડાઉનલોડ કરી શકો છો.
આયુષ્માન કાર્ડ pdf ડાઉનલોડ સ્ટેપ-1: જો તમે આયુષ્માન યોજનાના લાભાર્થી છો તો તમે તમારા આયુષ્માન કાર્ડને pdf ડાઉનલોડ કરી શકો છો. જેના માટે તમારે માત્ર તેની આયુષ્માન ભારત ની ઓફીસીયલ વેબસાઇટ pmjay.gov.in પર જવાનુ છે. પછી અહીં લૉગ ઈન કરવા માટે તમારે પોતાનો ઈ-મેલ આઈડી અને પાસવર્ડને નોંધવાનો છે.
આયુષ્માન કાર્ડ pdf ડાઉનલોડ સ્ટેપ-2:પછી સામે એક નવુ પેજ આવશે. જ્યાં પોતાના 12 આકડાનો આધાર નંબર નોંધી લો. પછી તમારા અંગૂઠાના નિશાનને વેરિફાઈ કરાવો અને હવે એપ્રુવ્ડ બેનિફિશયરીના વિકલ્પ પર ક્લિક કરો.
આયુષ્માન કાર્ડ pdf ડાઉનલોડ સ્ટેપ-3 : ત્યારબાદ તમને એપ્રુવ્ડ ગોલ્ડ કાર્ડની એક યાદી દેખાશે. જ્યાં તમારુ નામ તમારે સર્ચ કરવાનુ છે. પછી તમારે કન્ફર્મ પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરવાની છે. હવે તમારે સીએસસી વેલેટમાં પોતાનો પાસવર્ડ નોંધવાનો છે.
આયુષ્માન કાર્ડ pdf ડાઉનલોડ સ્ટેપ-4 : હવે તમારે તમારો પિન નાખવાનો છે અને પછી હોમ પેજ પર જવાનુ છે. ત્યારબાદ જોઈશુ કે તમારે કાર્ડધારકના નામ પરથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓપ્શન દેખાશે. જેના પર ક્લિક કરીને તમે આ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આયુષ્માન કાર્ડ ડોક્યુમેન્ટ લીસ્ટ (Ayushman Card Document List)
- લાભાર્થી નું આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)
આયુષ્માન કાર્ડ HHID નંબર
આયુષ્માન ભારત યોજના માં HHID નંબર શું હોય છે?
આયુષ્માન ભારત યોજના હેઠળ HHID નંબર એવા દરેક ફેમિલી ને આપવા માં આવે છે જે ૨૦૧૧ માં વસ્તી ગણતરી હેઠળ આયુષ્માન ભારત યોજના નો લાભ લઇ શકે છે.
આયુષ્માન કાર્ડ આવક મર્યાદા
આયુષ્માન કાર્ડ આવક મર્યાદા કેટલી હોય છે?
આ પણ વાંંચો: વાર્ષિક રાશિભવિષ્ય વિક્રમ સંવત ૨૦૭૯\રાશિફળ ૨૦૭૯
જવાબ: આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા દ્વારા લાભાર્થી નક્કી થતો નથી ૨૦૧૧ ની વસ્તી ગણતરી માં જેનું નામ છે તે આ યોજના નો લાભ લઇ શકે છે.
આયુષ્માન ભારત યોજના હેલ્પલાઇન નંબર
આયુષ્માન ભારત યોજના નો કોઇ પણ માર્ગદર્શન માટે હેલ્પલાઇન નંબર 14555 છે.

2 thoughts on “આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ પ્રોસેસ/ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ફોનમા/ Ayushman card Download full Process”